વાંકાનેર

વાંકાનેર: બોકળથંભા ગામની 17 વર્ષીય સગીરાનું ઝાડા-ઉલટીના કારણે મોત: પરિવારમાં શોક

વાંકાનેર: વાંકાનેર તાલુકાના બોકળથંભા ગામે રહેતા એક સરાવાડીયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઝાડા-ઉલટીની ગંભીર બીમારીના કારણે 17 વર્ષની યુવાન દીકરીનું કરૂણ મૃત્યુ થયું છે, જેને પગલે સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી
મળતી માહિતી મુજબ, બોકળથંભા ગામની રહેવાસી સરોજબેન બાદલભાઈ સરાવાડીયા નામની 17 વર્ષીય સગીરાને બે દિવસ પૂર્વે રાત્રિના સમયે અચાનક ઝાડા અને ઉલટી થવા લાગ્યા હતા. સગીરાની નાજુક તબિયત જોતા પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરી હતી. જોકે, તબિયતમાં સુધારો ન થતાં વધુ સારવાર માટે તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ગત રાત્રિના સમયે સરોજબેનનું નિધન થયું હતું.

આ દુઃખદ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી બનાવના મૂળ કારણની તપાસ શરૂ કરી છે. સગીર વયની દીકરીના અણધાર્યા મોતથી સરાવાડીયા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ સમાચારને શેર કરો