વાંકાનેર: ટ્રકની આગળ છાયે બેઠેલ મહિલા ટ્રકના વ્હીલમાં આવી જતા મોત

વાંકાનેરના રાતાવીરડા નજીક ટ્રક આગળ છાયે બેઠેલ મહિલાને ટ્રકના ચાલકે જોયા વગર ચાલુ કરતા મહિલા નીચે આવી ગઇ હતી અને તેમનો મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામે મદારીવાસમાં રહેતા ધીરુનાથ સમજુનાથ રાઠોડ (ઉ.૪૨) એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તરક્ક જીજે ૩૬ ટી ૫૮૮૭ ના ચાલકે પોતાનું વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય અને પપીબેન ઉર્ફે ગંગાબેન સમજુનાથ રાઠોડ (ઉ.૭૦) ટ્રકના આગળના વહીલ પાસે છાયે બેઠલ હોય દરમિયાન ટ્રકના ચાલકે આગળ જોયા વગર પોતાનો ટ્રક ચલાવી પપીબેન રાઠોડ આગળના વહીલ નીચે આવી જતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તાપસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો