ટંકારા: પરપ્રાંતિય યુવકે ચોરી કર્યાની શંકા પર ઢોર માર મારતા મૃત્યુ

ટંકારા : ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની શંકા જતા અજાણ્યા શખ્સોએ પરપ્રાંતિય યુવકને ઢોર માર મારી પતાવી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલમાં પોલીસે અજાણ્યાં શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લાના ગૌરીદડ વિસ્તારમાં રહેતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના વતની રામલા કાળુભાઇ કટારા નામના યુવક ચોરી કરવા અને દારૂ પી ઝઘડા કરવાની વૃત્તિ વાળો હોવાથી અવારનવાર ઝઘડા કરી મારમારી કરતો હતો. ગત એક સપ્તાહ પહેલા ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ શખ્સોએ ચોરીની શંકા રાખી ઢોર માર માર્યો હતો અને બાદમાં તેને અધમૂઈ હાલતના છોડી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને કોઈ વ્યક્તિ સીવીલ હોસ્પિટલમાં મૂકી ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમાચારને શેર કરો
  • 14
  •  
  •  
  •  
  •  
  •  
    14
    Shares