Placeholder canvas

મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ અને જિલ્લાની 5 તાલુકા પંચાયતોમાં ટીડીઓ વહીવટદાર

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલી બોડીની મુદત ગઈ કાલે પૂર્ણ થતા આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં વહીવટીદારે સંભાળી

મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલી બોડીની મુદત ગઈ કાલે પૂર્ણ થઈ ગઈ છે. જેથી આજે મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની 5 તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થતાં વહીવટીદારે સત્તા સાંભળી લીધી છે. જિલ્લા પંચાયતમાં ડીડીઓ અને તાલુકા પંચાયતમાં ટીડીઓ જ સર્વેસર્વા બની ગયા છે.

મોરબી જિલ્લા પંચાયત તથા મોરબી, હળવદ, ટંકારા, માળીયા મી, વાંકાનેર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી બોડીની મુદત ગઈકાલે પૂર્ણ થઈ જતા આજથી જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતમાં પ્રમુખનો સત્તાકાળ પૂરો થયો છે. એની જગ્યાએ હવે વહીવટીદારનું શાસન શરૂ થયું છે. જેમાં જિલ્લા પંચાયતમાં ડીડીઓ અને 5 તાલુકા પંચાયતમાં ટીડીઓએ સત્તાની બાગડોર સંભાળી લીધી છે. હવે નવેસરથી ચૂંટણી ન થાય ત્યાં સુધી જિલ્લા પંચાયતનો વહીવટ ડીડીઓ અને તાલુકા પંચાયતનો વહીવટ ટીડીઓના પાસે રહેશે.

આ સમાચારને શેર કરો