વાંકાનેર:DAV સ્કૂલના વિદ્યાર્થીઓએ પોલીસને રાખડીઓ બાંધી…
વાંકાનેર: અમરસર પાસે કુવાડવા રોડ પર આવેલી ડીએવી કેલડ્રિંઝ સ્કૂલના વિદ્યાર્થીઓને આજે સ્કૂલના ટીચર નીલોફર અમરેલીયા વાંકાનેર શહેર પોલીસ થાણા પણ લઈને આવ્યા હતા. સીટી પોલીસ સ્ટેશનને આ નાના નાના ભૂલકાઓએ પીઆઇ હુકમસિંહ જાડેજા અને પોલીસ સ્ટાફને તિલક કરી, મીઠું મોઢું કરાવીને રાખડી બાંધી હતી. નાના નાના ભૂલકાઓની આ લાગણી જોઈને પોલીસ સ્ટાફ લાગણીવિભોર થઈ ગયો હતો. તેમજ નાના નાના ભૂલકાઓ પણ આજે પોલીસને મળીને રાખડી બાંધ્યાની તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળતી હતી.



