વાંકાનેર

વાંકાનેર: દારુલ ઉલૂમ હક્કાનિયામાં 10મી ફેબ્રુઆરીએ દસ્તારબંધીનો શાનદાર પ્રોગ્રામ…

આ જલસામાં લુણીશરીફથી શૈખુલ ઇસ્લામ મૌલાના મુફતી મોહમ્મદ શોએબ અલી અકબરી આવી રહયા છે.

વાંકાનેર: આગામી તારીખ 10 મી ફેબ્રુઆરીના રોજ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આવેલ દારૂલ ઉલૂમ હક્કનિયા એહલે સુન્નતમાં દસ્તારબંધીનો શાનદાર જલસો રાખવામાં આવેલ છે. જેમાં લુણીશરીફથી શૈખુલ ઇસ્લામ મૌલાના મુફતી મોહમ્મદ શોએબ અલી અકબરી સાહેબ પધારી રહ્યા છે. આ ઉપરાંત આ સંસ્થાના માર્ગદર્શક ડૉ. ગુલામમોઇનુદિન સાહેબ પધારી ચૂક્યા છે. અને સય્યદ અનીસુલ હકક કાદરી ચિશ્તી કમાલી મુબારકપુરથી પધારી રહયા છે.

દારૂલ ઉલુમ હકાનીયામાં આગામી 10મી ફેબ્રુઆરીના રોજ દસ્તાબંધીના આ જલસામાં 17 વિદ્યાર્થીઓને સન્નત આપવામાં આવશે જેમાં 10ને હાફિઝ (કુરાન કંઠસ્થ કરનાર)ની અને 7ને આલીમની સનત (ડિગ્રી) આપવામાં આવશે.

આ કાર્યક્રમ 10મી ફેબ્રુઆરીના રોજ રાત્રે ઈશાની નમાજ બાદ શરૂ થશે. દારૂલ ઉલૂમ હક્કનિયા એહલે સુન્નત-ખીજડિયાની વ્યવસ્થાપક કમિટી દ્વારા આ કાર્યક્રમમાં પધારવાનું જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો