Placeholder canvas

મોરબી: પરશુરામ યુવા ગૃપ દ્વારા જયા પાર્વતીના રાત્રી જાગરણ નીમતે દાંડિયા રાસ અને ફળાહારનું આયોજન કરાયું

મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા જયા પાર્વતીના રાત્રી જાગરણના દિવસે બહેનો દીકરીઓએ અન્ય કોઈ જગ્યાએ ના જવું પડે એવા ઉમદા હેતુથી મોરબી પરશુરામ ધામ ખાતે રાત્રી દાંડિયા રાસ અને ફળ આહાર નું આયોજન કરી નવી પહેલ કરી હતી જેનો બ્રહ્મ સમાજની બહેનો દીકરીઓએ લાભ લીધો હતો.

મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા જયા પાર્વતી રાત્રી જાગરણ માં આખી રાત બહેનો દીકરીઓ ને સાથે રહી જાગરણ કરાવવા માટેની અનોખી પહેલ કરી એક નવી શરૂઆત કરવામાં આવી છે જેમાં મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા જયા પાર્વતી રાત્રી જાગરણ હોવાથી બ્રહ્મ સમાજની બહેનો દીકરીઓએ અન્ય કોઈ જગ્યાએ ના જવું પડે એવા શુભ અને ઉમદા હેતુથી મોરબી પરશુરામ ધામ ખાતે દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યમાં બ્રહ્મસમાજના બહેનો અને દીકરીઓ હાજર રહ્યા હતા આ રાસ ગરબા કાર્યક્રમમાં પરંપરાગત ઢબથી માતાજી ની પૂજા અર્ચના કરાઈ હતી અને બહેનો દીકરીઓ ગરબે ઘૂમ્યા હતા આ સિવાય સંગીત ખુરશી,લીંબુ ચમચી જેવી રમતો રમાડી ને પણ બહેનો અને દીકરીઓને રાત્રી જાગરણ પૂર્ણ કરાવવામાં મોરબી પરશુરામ યુવા ગ્રુપ ના સભ્યોએ સાથે રહી જાગરણ પૂરું કરાવ્યું હતું એટલું જ નહિ આ બહેનો જેઓ જયા પાર્વતી વ્રત રહ્યા છે તેઓ માટે ખાસ મોરા નાસ્તા જેમાં સુકિભાજી, વેફર,ફરાળી ચેવડો, દહી,કેળા સહિત નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અન્ય લોકો માટે ભૂંગળા બટેટાનો નાસ્તો રાખવાના આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રી જાગરણ માં મહિલાઓ અને બહેનો દીકરીઓ એકલી નીકળતી હોય છે અથવા મોરબીમાં સમય ના નીકળે તેવા તમામ બહેનો દીકરીઓ એ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યારે મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા પણ સમાજ માટે અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી છે જેથી પજવણીના કિસ્સાઓ બનતા પણ અટકશે ત્યારે આ કાર્યક્રમ ને સફળ બનાવવા મોરબી પરશુરામ યુવા ગૃપ ના પ્રમુખ અતુલભાઈ જોશી,મહામંત્રી નયનભાઈ પંડ્યા,મહામંત્રી જયદીપ ભાઇ મહેતા, ઉપપ્રમુખ મહિધરભાઈ દવે,ઉપપ્રમુખ કમલભાઈ દવે, ઉપપ્રમુખ ઋષિભાઈ મેહતા,
મંત્રી વિજયભાઈ રાવલ, યજ્ઞેશ ભાઇ રાવલ,હર્ષ વ્યાસ,સંકલન સમિતિના નીરજભાઈ ભટ્ટ,ચિંતનભાઇ ભટ્ટ, હર્ષભાઇ જાની,કૌશલભાઇ દવે, ઉદયભાઈ જોશી,ધર્મભાઈ રાવલ, અભયભાઈ મેહતા, રવિરાજભાઈ પંડ્યા, જિગરભાઈ દવે, મોરબી પરશુરામ ધામ ના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા સહિતના મોટી સંખ્યા માં આગેવાનો હાજર હતા.

આ સમાચારને શેર કરો