વાંકાનેર: માતેલા સાંઢની માફક ચાલતા ડમ્પરે ઢુવા ચોકડી પાસે વધુ એકનો જીવ લીધો.

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે બેકાબૂ ડમ્પરે બાઇકને અડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જ્યારે તેમના પત્ની ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં મૃતકના ભાઈ મહેન્દ્રભાઇ ઉર્ફે ટીનાભાઇ સુખદેવભાઇ આદ્રોજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ભાભી ચેતનાબેનની તબિયત નાદુરસ્ત હોય જેથી તેમના ભાઈ સંજયભાઈ અને ભાભી ખાનગી દવાખાને દવા લેવા માટે ગયા હતા. અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. ઢુવા ચોકડી નાગરાજ હોટલ સામે નાલા પાસે સર્વિસ રોડ પર પહોંચ્યા એ સમયે આરોપી ડમ્પર રજી.નં.જીજે-૧૩-એટી-૭૯૮૨ ના ચાલકે પોતાનુ ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સંજયભાઈના મો.સા. હોન્ડા સાઇન રજી.નં.જીજે-૦૩-એચએફ-૪૪૫૮ ને પાછળથી ઠોકર મારી હતી. જેણે પગલે અકસ્માત સર્જાયો હતો.

જ સંજયભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ચેતનાબેનને બંને પગમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોચાડી ડમ્પર ચાલક નાસી ગયો હતો. જેને પગલે દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે સંજયભાઈને મૃત જાહેર કર્યા હતા અને ચેતનાબેન હાલ સારવાર હેઠળ છે. આ ફરિયાદીના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો