ટંકારા તાલુકાનના હડમતિયામાં અતિભારે વરસાદથી દાડમના પાકને ભારે નુકશાન
૨૨ વિઘાના દાડમના પાકમાં અતિભારે વરસાદથી ફુગ આવી જતા દશ લાખનો ખાતર-બિયારણનો ખર્ચ કરેલ. ૬૦ ટન દાડમના ઉત્પાદનથી આશરે ૩૫ થી ૪૦ લાખનું વળતર મળે તેમ હતું પણ સંપુર્ણ પાક સાફ
By રમેશ ઠાકોર Hadmatiya
ટંકારા તાલુકાના હડમતિયામાં અતિભારે વરસાદ પડવાથી દાડમની ખેતી કરતા ખેડૂત નરભેરામભાઈ ઝીણાભાઈ કામરીયા તેમજ કાનજીભાઈ લવજીભાઈ મેરજાએ દાડમનો પાક મહામુસિબતે ઉછેર કર્યો હતો. જ્યારે આ વર્ષે ટંકારા તેમજ ગ્રામ્ય વિસ્તારના હડમતિયામાં ૨૦ ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતા દાડમની બાયાયતી ખેતી કરતા નરભેરામભાઈ ઝીણાભાઈ કામરીયાએ ૨૨ વિઘા દાડમના પાક માં ૧૦ લાખ જેવા જંતુશાક દવા, રાસાયણિક ખાતર તેમજ મહેનત-મજુરીનો ખર્ચ કરી તૈયાર કર્યો હતો ૬૦ ટન દાડમનો અંદાજે ૩૫ થી ૪૦ લાખનું વળતર મળે તેમ હતું બીજા બાગાયતી ખેડુત કાનજીભાઈ લવજીભાઈ મેરજાએ પણ ૮ વિઘાના દાડમમાં ૪ લાખનો ખર્ચ કર્યો હતો આશરે ૧૫ લાખનું વળતર મળે તેમ હતું.
જે અતિભારે વરસાદના કારણે દાડમના પાકમાં ફુગ આવી જતા દાડમથી ભરેલા લુંબેજુબે છોડમાંથી ટપોટપ નીચે ખરીને ઢગલા થઈ જતા બંને બાગાયતી પાકના ખાતેદારને માથે આભ ફાટવા જેવી પરિસ્થિતીથીનું નિર્માણ થતા લમણે હાથ દઈને બેસી ગયા છે. વહેલી તકે સરકારશ્રી તેમજ બાગાયતી અધિકારીઓ દ્વારા સર્વે થાય અને ખેડુતોને વળતર પેટે સહાયની ચુંકવણી થાય તેવી આજીજી જગતનો તાત કરી રહ્યો છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…