Placeholder canvas

વાંકાનેર: દક્ષ પડસુમ્બીયાએ હાર્મોનિયમ વાદનમાં રાજ્યમાં ત્રુતિય ક્રમાંક મેળવ્યો

વાંકાનેર: રાજ્ય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં અનેક સ્પર્ધકો વચ્ચે મોરબી જિલ્લાના અને ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ લજાઈમા કક્ષા ૮ મા અભ્યાસ કરતા દક્ષ લલીતભાઈ પડસુમ્બીયાએ સમગ્ર રાજ્યમાં હાર્મોનિયમ વાદનમા ત્રુતિય ક્રમાંક મેળવી સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લા સહિત ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ અને પડસુમ્બીયા પરિવારનુ ગૌરવ વધારેલ છે,

આ પહેલા પણ ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં તા ૬/૦૩/૨૦૨૩ ના રોજ અમરેલી મુકામે રાજ્ય કક્ષામાં ભાગ લેવા ગયેલા જ્યા આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી.

આ સમાચારને શેર કરો