મોરબી

મોરબી:જેતપર ખેડૂત આંદોલનમાં આયોજિત લોક ડાયરામાં જનમેદની ઉમટી

મોરબી : જેતપર ખેડૂત આંદોલનમાં આજે 17માં દિવસે રાત્રીના ભવ્ય લોક ડાયરો ચાલી રહ્યો છે. જેમાં ભારે જનમેદની જોવા મળી રહી છે. આજે સવારે ઓડિયો વાયરલ થવાના વિવાદ વચ્ચે આ લોકડાયરામાં લોકોની બહોળી હાજરી ફરી આંદોલન વેગ પકડશે તેવું સાબિત કરી રહી છે.

જેતપર ખેડૂત ઉપવાસ છાવણી ખાતે અત્યારે ચાલી રહેલા આ લોક ડાયરામાં લોકપ્રિય લોકગાયિકા વેનીશા પટેલ પોતાની શાનદાર રજૂઆતોથી ડાયરાની જમાવટ કરી રહ્યા છે. અગાઉ ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીનો કાર્યક્રમ યોજાનાર હતો. કાર્યક્રમમાં ફેરફાર થયો હોવા છતાં ખેડૂતો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં જનમેદની આ કાર્યક્રમ માણી રહી છે.

ઉલ્લેખનીય છે કે સાંજના સમયે પાટીદાર યુવા સેવા સંઘના મનોજ પનારાએ પણ આ ડાયરામાં ઉમટી પડવાની હાંકલ કરી હતી. જેની અસર ડાયરામાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

આ સમાચારને શેર કરો