મોરબી

માંડલ કેનાલમાં ક્રેટા કાર નાહવા પડી…!!

મોરબી: માંડલ કેનાલમાં ક્રેટા કાર નાહવા પડી પડવાનો બનાવ સામે આવ્યો છે. મળેલી માહિતી મુજબ કેનાલ પાસેથી પસાર થતાં કારના ચાલકોએ ફોટો પાડવા કે સેલ્ફી લેવા માટે કાર ત્યાં ઉભી રાખી હતી પણ તેઓ હેન્ડબ્રેક મારવાનું ભૂલી જતા કાર હળવેક દઈને કેનાલમાં ખાબકી હતી.

ક્રેટા કાર નં. Gj36Al 4322 કેનાલમાં પડી ત્યારે કારમાં સવાર લોકો કારની અંદર હતા કે બહાર હતા તેમની કોઈ માહિતી મળેલ નથી, પણ આ કાર ઉપર ભારે ધૂળ જામી હતી અને કેનાલમાં ખાબતા તેમને નાહવાનો લાભ મળી ગયો સર્વિસ થઈ ગઈ…. બહાર કાઢવામાં દોરડા બાંધવાથી થોડુ શાલ સોલ થશે એટલું તો સહન કરવું જ રહ્યું, પણ અહીંયા ફોટા કે સેલ્ફીની ઘેલસા સવાર સવારમાં ઠંડા પાણીમાં સ્નાન કરાવી દે..

આ સમાચારને શેર કરો