સૌરાષ્ટ્ર

ચોટીલા રાજકોટ હાઈ-વે પર ક્રેટા કાર બળીને ખાખ: સદ્દનસીબે કોઈ જાનહાનિ નહી

ચોટીલા-રાજકોટ હાઈવે ઉપર ક્રેટા કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં ચાણપાના બોર્ડ નજીક કોઇ કારણોસર ક્રેટા કાર ભડભડ સળગી ઉઠી હતી. જેમાં કાર સળગતા હાઈવે પર થોડીવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી. અને પળવારમાં કાર બળીને ખાક થઇ ગઈ હતી. પરંતુ આ ગોઝારી ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી

આ ઘટનામાં કાર ચાલક તેમજ અન્ય શખ્સો સમયસૂચકતા વાપરીને સમયસર કારમાંથી ઊતરી ગયા હોવાથી તેઓનો આબાદ બચાવ થયો હતો. જેમાં રોડ ઉપર કાર સળગતા થોડી વાર માટે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયાં હતા.આ ઘટનાની જાણ થતા પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક કિલયર કરાવ્યો હતો.

આ સમાચારને શેર કરો