skip to content

અરેરાટી:વાંકાનેરમાં ગતરાત્રે રાત્રે હાઈવે પાસે ટ્રેનના હડફેટ ગાયો આવી જતા 7-8ના મોત 7-8ને ઈજા

વાંકાનેર ગત રાત્રે આશરે દસ વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે પર આવેલ રેલવે ટ્રેક પર એક ગુડઝ ટ્રેનની અડફેટ ગાયો આવી જતા લગભગ સાતથી આઠ ગાયોના મોત થયા છે અને સાતથી આઠ ગાયોને નાની મોટી ઇજા થઈ છે.

મળેલ માહિતી મુજબ નેશનલ હાઈવે પાસેના રેલવે ટ્રેક પર ગાયો હતી ત્યારે અચાનક ગુડઝ ટ્રેન આવી જતા ગાયો હડફેટ આવી ગઈ હતી જેમાં 7થી 8 ગાયો કપાઈ ગઈ હતી અને અમુક ગાયોને ઇજા થઇ હતી. જ્યારે કેટલી ગાયો ટ્રેનથી બચવા માટે ટ્રેક ઉપરથી નીચે કુદી પડી હતી, તો અમુક ગાયો નીચે ઉતરવા જતા ગોથા ખાઈ ગઈ હતી. આમ સાતથી આઠ ગાયોના ઘટના સ્થળે મોત થયા હતા અને સાતથી આઠ ગાયોને ઈજા થઈ હતી.

આ ઘટનાની જાણ થતા જ ન્યુઝપેપર એજન્ટ ઝાકીર રાઠોડ સાથે લક્ષ્મીપરાના અન્ય યુવાનો ત્યાં દોડી ગયા હતા. આ ઉપરાંત ગૌ સેવકો અને શિવસેનાના કાર્યકરો પણ દોડી આવ્યા હતા. બધાએ સાથે મળીને ગાયોને ટ્રેક પરથી હટાવી અને ઇજા ગ્રસ્ત ગાયોને સારવાર અપાવી હતી. હજુ ગઈકાલે જ મોરબી SPનો ચાર્જ સંભાળનાર મોરબી જિલ્લા પોલીસ વડા ઍસ.વી.ઓડેદરા પણ રાત્રે વાંકાનેર દોડી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર અવારનવાર રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટે ગાયો આવ્યાની આ પૂર્વે પણ ઘટનાઓ ઘટેલી છે. લોકમુખે તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ ગાયો માલિકીની છે પરંતુ જ્યારે આવી ઘટના ઘટે છે ત્યારે તેમનું કોઈ માલિક થતું નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો