વાંકાનેર: ભોજપરાના સરપંચને 2019ના કેસમાં એક વર્ષની કેદ અને 10હજારની દંડ ફટકારતી કોર્ટ.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે નળમાં પાણી ન આવવા મુદ્દે ફરિયાદ કરવા ગયેલા અરજદારને ગાળો આપી માથામાં પથ્થર મારી ઇજા પહોચાડનાર સરપંચને નામદાર કોર્ટે રૂપિયા 10 હજારનો દંડ અને એક વર્ષની કેદની સજા ફટકારી છે.

આ કેસની ટુકી હકીકત એવી છે કે વર્ષ 2019માં વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહતા શૈલેષભાઈ વાલજીભાઈ કોળીન ઘેર નળમાં પાણી આવતું ન હોય નળ ખોલતા મુસ્તફા આમદભાઈ કડીવારને ફરિયાદ કરતા ત્યાં હાજર સરપંચ યુનુસ હસનભાઈ શેરસીયાએ ફરિયાદી શૈલેષભાઇ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપી માથામાં અણીદાર પાણો ફટકારી ઇજા પહોંચાડી હતી.

જે અંગેનો કેસ નામદાર વાંકાનેર કોર્ટમાં ચાલી જતા જજ આત્મદીપ શર્મા સાહેબે આરોપી સરપંચ યુનુસ હસનભાઈ શેરસીયાને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે વાલ્વમેનને પુરાવાને અભાવે નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે એપીપી એસ.બી.સોલંકી રોકાયેલા હતા.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો