વાંકાનેર

વાંકાનેર:ચેક રીટર્નના કેસમાં આરોપી અલ્તાફને ૧વર્ષની સજા અને રૂ.૧૦લાખના વળતરનો હુકમ કરતી કોર્ટ.

હાથ ઉછીના આપેલ રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ની ચુકવણી પેટે આપેલ ચેક રીટર્નના કેસમાં આરોપી અલ્તાફ હુદાણીને એક વર્ષની સજા અને રૂ. ૧૦,૦૦,૦૦૦/-ના વળતરનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે વાંકાનેરના રહેવાસી અલ્તાફ હુદાણી એ તેના મિત્ર હરેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલા પાસેથી હાથ ઉછીના રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- લીધા હતા અને તે પરત માંગતા તેની ચુકવણી પેટે અલ્તાફ હુદાણી એ હરેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલાને ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતા હરેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલા એ તા.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ તેમના વકીલ મારફતે લીગલ નોટીસ આપેલ અને નિયત સમયમર્યાદામાં તે રકમ આરોપી નહી ચુકવતા તે અંગેની ફરિયાદ હરેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલા એ વાંકાનેર કોર્ટમાં આ વાંકાનેર ના રહેવાસી અલ્તાફ હુદાણી વિરુધ તેમના વકીલ મારફતે તા.૦૧/૦૯/૨૦૨૩ ના રોજ દાખલ કરેલ અને ત્યારબાદ આ આરોપી નામદાર કોર્ટમાં હાજર નહિ થતા નામદાર કોર્ટે ધરપકડ વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યારબાદ કેસ નામદાર એસ.કે.પટેલસાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ ની:શંકપણે સાબીત કરેલ હોય અને ફરિયાદીના વકીલ ફારૂક એસ.ખોરજીયા એ કરેલ ધારદાર દલીલો અને નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજુ કરેલ ચુકાદાને માન્ય રાખીને આ કામના આરોપી અલ્તાફ હુદાણી ને નામદાર એસ.કે.પટેલસાહેબે એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરિયાદી હરેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલા વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા અને કૌશરબાનુ એ. ખોરજીયા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો