વાંકાનેર: જોધપર પાસેના ઓવરબ્રિજ પરથી કારમાંથી દેશી દારૂ સાથે બે ઝડપાયાં.


વાંકાનેર: તાલુકા પોલીસે ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક ઓવરબ્રિજ પરથી પસાર થતી એક ટાટા ટીગોર કારને રોકી તલાશી લેતા કારમાંથી 625 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં કાર ચાલક સહિત બે ઇસમોની ધરપકડ કરી બંને સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

પોલીસે કારમાંથી દેશી દારૂના 125 બુંગિયામાં ભરેલ 625 લીટર મળી આવતા પોલીસે દેશી દારૂ અને કાર સહિત કુલ રૂ. 3,12,500ના મુદ્દામાલ સાથે આરોપી નાગભાઈ ઉર્ફે નાગરાજ નકુભાઈ ધાધલ અને ભાભલુભાઈ શિવકુભાઈ કરપડા (રહે. બંને વેલાળા તા.થાનગઢ) ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
