Placeholder canvas

હાઈએસ્ટ ભાવ: રાજકોટ માર્કેટિંગયાર્ડમાં કપાસની રૂા.2600મા થઈ હરાજી

રાજકોટ: કપાસના ભાવોમાં તેજીનો સિલસિલો યથાવત રહ્યો છે આજે ફરી ઉછાળો નોંધાયો હતો અને માર્કેટયાર્ડમાં હરરાજીમાં ભાવ 2600ના રેકોર્ડસ્તરે પહોંચ્યો હતો.

માર્કેટયાર્ડના સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ કપાસની હરરાજીમાં ભાવ આજે 2000થી 2599ના પડયા હતા. આ એક રેકોર્ડ છે. રૂમાં એકધારી લેવાલી તથા વિશ્ર્વસ્તરે વધતા ભાવનો પડઘો છે. માલખેંચને કારણે ભાવ વધી રહ્યા છે.

વેપારીઓના કહેવા પ્રમાણે માલખેંચ ઉપરાંત સટ્ટાકીય પકકડ પણ વર્તમાન તેજી માટે જવાબદાર છે. રૂની ગાંસડીના ભાવ 95000ના લેવલને વટાવી ગયા છે. પ્રીમીયમ કવોલીટીનો ભાવ તો એક લાખને આંબી ગયો છે. છેલ્લા મહિનાઓમાં અસામાન્ય ભાવવધારો થયો જ છે ત્યારે તેજી વધુ આગળ ધપશે કે કેમ તે વિશે જીનર્સો પણ કોઈ સ્પષ્ટ આગાહી કરવાનું ટાળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવે ખેડૂત પાસે કપાસ લગભગ નહિવત પ્રમાણમાં જ છે.

આ સમાચારને શેર કરો