સુધરાઈની ચૂંટણીના ફેબ્રુઆરીમાં વાગશે ઢોલ !

બે-ત્રણ દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહિવટદાર મુકાઈ જવાની અટકળો; ધમધમાટ: સૌરાષ્ટ્ર-કચ્છની ખંભાળીયા-વેરાવળ-ઉના-ગોંડલ-કેશોદ-અમરેલી-બગસરા-પોરબંદર ઉપરાંત ભૂજ-માંડવી-અંજાર-ગાંધીધામ-ગોંડલ-વાંકાનેર-મોરબી સહિતની પાલિકાઓમાં ચૂંટણી થશે
ગુજરાત રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજવા માટે તૈયારીઓનો ધમધમાટ શરુ કર્યો છે. આગામી ફેબ્રુઆરી માસમાં છ મહાનગરપાલિકા ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છની 20થી વધુ સુધરાઈની સા્માન્ય ચૂંટણી યોજવા માટે કવાયત હાથ ધરી છે. ગઇકાલે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સુધરાઇની ચૂંટણી માટે મતદાન અધિકારીઓની નિમણુંક કરતા ડીટેઇલ ઓર્ડર બહાર પાડયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
ગુજરાત રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત અન્ય ચાર મહાનગરોની સાથોસાથ સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતની 28થી વધુ નગરપાલિકાઓની ચૂંટણી યોજવાની તડામાર તૈયારીઓ શરુ કરી છે. રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી મહેશ જોશીએ ગઇકાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતની 28થી વધુ નગરપાલિકાઓની ચૂંટણી યોજવા માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓના ડીટેઇલ ઓર્ડરો બહાર પાડી ચૂંટણી સંદર્ભની કામગીરી તત્કાળ શરુ કરવા આદેશ કરી પોતાની ફરજમાં હાજર થઇ જવા સૂચના આપી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
