Placeholder canvas

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : આજે એક જ દિવસમાં ૫૪૬૯ નવા કેસ, ૫૪ દર્દીઓના લીધા જીવ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૭૬ દર્દીઓ સાજા થયા, એક્ટિવ કેસ વધીને ૨૭૦૦૦ને પાર : રિકવરી રેટ ગગળીને ૯૦.૬૯ ટકાએ પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાનું બિહામણું તાંડવ ચાલુ જ છે. દરરોજ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. આજે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસો સપાટી પર આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૪૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે.

આ સાથે જ સરકારની ચિંતામાં વધારો થયો છે. કેસો વધવા સાથે કોરોના જીવલેણ પણ બની રહ્યો છે. આજે સુરતમાં ૧૮, અમદાવાદમાં ૨૦, રાજકોટમાં ૫, વડોદરામાં ૭, બનાસકાંઠામાં ૨, ગાંધીનગર અને જામનગરમાં ૧-૧ દર્દીનો વાઇરસે ભોગ લીધો છે. નવા કેસોનો વધારો અટકતો ન હોવાથી એક્ટિવ કેસ વધીને ૨૭૦૦૦ને પાર થઈ ગયા છે. રિકવરી રેટ પણ ગગળીને ૯૦.૬૯ ટકા થઈ ગયો છે.

આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૫૪૬૯ કેસો નોંધાયા છે. ૫૪ દર્દીઓના મૃત્યુ થયા છે. ૨૯૭૬ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ ૨૦૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે દર્દીઓ સ્ટેબલ છે. એટલે કે હાલ રાજ્યમાં ૨૩૩૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે.રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૮૦૦ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૩૪૭૪૯૫ પર પહોંચ્યો છે. ૨૭૫૬૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ ૧૫૩૨, સુરત ૧૪૪૮, રાજકોટ ૪૭૫ , વડોદરા ૪૧૬, જામનગર ૩૧૨, મહેસાણા ૧૨૭, પાટણ ૧ર૪, ગાંધીનગર ૧૦૧, ભાવનગર ૯૭, જૂનાગઢ ૮૩, મોરબી પ૪, કચ્છ પ૩, નર્મદા ૫૦, બનાસકાંઠા ૪૯, નવસારી ૪૭, દાહોદ ૪૬, અમરેલી ૪૨, ભરૂચ ૪૧, પંચમહાલ ૪૦, ખેડા ૩૯, સાબરકાંઠા ૩૭, આણંદ – વલસાડ ૩૧, અરવલ્લી – સુરેન્દ્રનગર ૨૮, બોટાદ ૨૭, મહિસાગર ૨૬, દેવભૂમિ દ્વારકા ૨૧, ગીર સોમનાથ ૨૦, છોટા ઉદેપુર – તાપી ૧૭, ડાંગ – પોરબંદર ૫.

આ સમાચારને શેર કરો