વાંકાનેરમાં કોરોનાની એન્ટ્રી : એક યુવક પોઝિટિવ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ગઈ કાલે વાંકાનેરમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. વાંકાનેરમાં ગઈ કાલે કોરોનાનો 1 કેસ નોંધાયો હતો.

મોરબી જીલ્લામાં ગઈ કાલે આરોગ્ય વિભાગે 444 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી વાંકાનેર શહેરના 38 વર્ષના પુરુષ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. આ દર્દીએ કોરોના રસીના બંને ડોઝ લીધેલ છે. પુરુષની તાજેતરમા સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ છે. તેમજ દર્દીની તબિયત સારી હોઈ હાલ હોમ આઇશોલેશનમાં સારવાર હેઠળ છે.

બીજી તરફ આજે મોરબીના એક દર્દી કોરોનામાંથી રિકવર થયા છે. હાલ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 5 છે.

આ સમાચારને શેર કરો