મોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના હોવી જેટ ગતિએ આગળ વધી રહ્યો છે. કોરોનાના કહેરથી સામન્ય લોકોથી માંડીને કોરોના સામેના યોદ્ધા, કોરોના વોરિયર્સ પણ બચી શક્યા નથી. મોરબીના લાલપર ગામના PHCના મેડિકલ કર્મચારીને કોરોના થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ આરોગ્ય કર્મચારીનું અણધારી વિદાયથી સમગ્ર જિલ્લા આરોગ્ય શાખામાં ઘેરો શોક ફેલાય ગયો છે.

મોરબી જિલ્લામાં કોરોનાના દરરોજ વધુને વધુ કેસ સામે આવતા જાય છે. મોરબી જિલ્લામાં કોરોનાએ વધુ એક કોરોના વોરિયર્સનો ભોગ લીધો છે. મોરબીના લાલપર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ કૈલા ગત તા.4 ના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા.આથી તેમને પ્રથમ મોરબીની હોસ્પિટલમાં અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે આ મેડિકલ કર્મચારીએ આરોગ્યની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. સરકારની તમામ આરોગ્ય લક્ષી યોજનાઓ અને સુવિધાઓને જનજન સુધી પહોંચાડીને આરોગ્યની ઉત્કૃઠ સેવાઓ આપી હતી.

પોલીસ પણ કોરોનાની ઝપટે

મોરબીમાં અગાઉ પણ પોલીસ સ્ટાફ કોરોનાની ઝપટે ચઢ્યો હતો. ત્યારે વધુ પોલીસ સ્ટાફ કોરોનાની ઝપટે ચઢ્યો હોવાનો જાણવા મળ્યું છે. જેમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમજ બી ડિવિજન પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ અને માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો