Placeholder canvas

કોરોનાએ ફરી માથું ઉચક્યું : દુનિયામાં 24 કલાકમાં 6.60 લાખ નવા કેસ નોંધાયા

દિવાળીનો પર્વ ચાલી રહયું છે. આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે અને એવા સમયમાં આ સમાચાર ચિંતાની સાથે સાથે સાવધાની વર્તવાનું સુચન કરી રહ્યા છે. કોરોનાએ ફરીથી વિશ્વભરમાં માથુ ઉચક્યું છે અને આ વખતે કેટલાને પોતાનો કોળીયો બનાવશે એ કહી શકાય એમ નથી. ભારતમાં તો કોરોના અને પ્રદુષણના કારણે ચિંતાના વાદળો છવાયેલા હતા. હવે અમેરિકાની સ્થિતિ વધારે ગંભીર બની રહી છે. છેલ્લા 2 અઠવાડિયામાં અમેરિકામાં કોરોનાના નવા કેસમાં 80 ટકાનો વધારો થયો છે. શનિવારે અમેરિકામાં 159021 મામલા સામે આવ્યા છે. ત્યારે નવા મોતની સંખ્યા 1210 રહી છે.

વિશ્વ સ્વાથ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિસેકોરોનાના વધતા જતા કેસને લઈને ચિંતા વ્ય્કત કરતા કહ્યું હતું કે, કોરોનાની લડાઈ આપણે ઘણી લાંબી લડવાની છે અને નવી મહામારી કે મુશીબત માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. આ છેલ્લી મહામારી નથી. આપણે શીખવું અને સ્વીકારવું જ રહ્યું કે કોપ અને મહામારી જીવનનું એક તથ્ય છે. ભવિષ્યમાં પણ મહામારી સામે લડવા દુનિયાએ તૈયાર રહેવું જોઈએ. કોઈ દેશ એમ ન કહી શકે કે કોરોનાને પહોંચી વળવા માટે તે પર્યાપ્ત રુપે તૈયાર છે કે તેમની પાસે શીખવા માટે કોઈ શીખ નથી. આપણી સામે આવા અનેક પડકારો ઉભા છે.

દુનિયા હાલ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેની સામે જ્યાં સુધી કોરોના વેક્સિન આવે નહીં ત્યા સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને સુરક્ષિત રહેવું જ યોગ્ય રહેશે. તેમની આપણે હવે તહેવારોમાં ધજીયા ઉડાવવા લાગયા છીએ. એમના આપણે માઠા પરિણામો ભોગવવાની તૈયારી પણ રાખવાની છે.

આ સમાચારને શેર કરો