Placeholder canvas

ચોટીલામાં કોરોનાએ ફરી માથુ ઉંચકયું: એક જ દિવસમાં ૧૦ કેસ નોંધાયા

યાત્રાધામ ચોટીલા શહેરમાં આજે કોરોના પોઝિટિવના દસ કેસ આવતા શહેરમાં લોકોમાં ભયનું મોજુ ફરી વળ્યું છે.ચોટીલામાં છેલ્લા ચાર દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ રેપિડ કિટ ટેસ્ટમાં ખાનગી તબીબ, મેડિસિન વિતરક અને સ્ટાફ સહિતનાં પરિવારનાં ૧૩ જેટલા સદસ્યો ઝપટમાં આવેલ છે. શહેરમાં કુલ ૧૭ જેટલા પોઝિટિવ કેસ એક્ટિવ છે.

યાત્રાધામમાં કોરોનાનો કહેર વધુ વકરે તે પહેલા તંત્રએ સજાગ બની સઘન કામગીરી કરવી જ‚રી છે. તબીબી વ્યવસાયકારો કોરોના સંક્રમિત થતા અનેક લોકોમાં ભય છવાયેલ છે કેમ કે અનેક દર્દીઓ ડોકટરો અને મેડિકલ સ્ટોર્સવાળાના સંપર્કમાં આવેલ હોવાની શકયતાઓ છે ત્યારે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર અને નાગરિકોના સહિયારા પ્રયાસથી ચોટીલામાં વધુ કોવિડ ન વકરે તે માટે કમર કસવી જરૂરી બનેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો