skip to content

દિવાળી ભારે પડી: કોરોના કેસ વધતા અમદાવાદમાં રાત્રે જનતા કરફ્યૂ, સુરતમાં ગાઇડ લાઈનનું પાલન કરવા અપીલ કરાય.

દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. અને જેના કારણે અમદાવાદમાં ફરી એકવાર જનતા કરફ્યૂ લાગુ કરવાની જરૂર પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જનતા કરફ્યૂનું એલાન કર્યું છે. અને લોકોને કમ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે.

જ્યારે સુરતમાં પણ તહેવાર બાદ કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે, દિવાળીના તહેવાર બાદ ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. શહેરમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેથી કોરોના સંક્રમણ અટકાવવા માટે પાલિકા દ્વારા ફાયરબ્રિગેડ મારફતે અપીલ કરવામાં આવી રહી છે. અઠવાલાઈન્સ વિસ્તારમાં ફાયરબ્રિગેડ દ્વારા સ્પીકર પર લોકોને કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે….

આ સમાચારને શેર કરો