કોરોનાએ માથુ ઉચકયું : સૌરાષ્ટ્ર-કચ્છમાં 278 પોઝીટીવ કેસ

રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવાળીના તહેવારોમાં કોરોના વાઇરસનાં સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટ જિલ્લો હજુ પણ મોખરે રહ્યો છે. ચાલુ નવેમ્બર માસમાં પ્રારંભીક કોરોના કેસમાં ઘટાડા બાદ ફરી કેસોમાં વધારો થવા લાગ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક દરમિયાન 278 પોઝીટીવ કેસ સામે 216 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ-4 અને જામનગર-3 મોત નોંધાયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ શહેર 77, ગ્રામ્ય 49 કુલ 126, જામનગર શહેર 18, ગ્રામ્ય 8, કુલ 26, ભાવનગર શહેર 8, ગ્રામ્ય પ કુલ 13, જૂનાગઢ શહેર 9, ગ્રામ્ય 7 કુલ 16, અમરેલી 21, સુરેન્દ્રનગર 21, ગીર સોમનાથ 10, મોરબી 10, દ્વારકા 8, પોરબંદર પ, બોટાદ 4, કચ્છ 18 મળી 278 પોઝીટીવ કેસ નોંધાયા છે.

જયારે દર્દીઓ સાજા થવાની આંકડાકીય વિગત જોતા રાજકોટ 101, જામનગર 23, ભાવનગર 13, જૂનાગઢ 20, અમરેલી 13, સુરેન્દ્રનગર 9, ગીર સોમનાથ 8, મોરબી 13, પોરબંદર 4, બોટાદ 1, કચ્છ 11 સહિત 216 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો