Placeholder canvas

સૌરાષ્ટ્રમાં ફરી કોરોનાનો સળવળાટ : 24 કલાકમાં 13 પોઝિટીવ કેસ…

રાજકોટ-9, જામનગર-3, મોરબી જિલ્લામાં 1 કેસ : આજથી ટેસ્ટીંગ કામગીરી ગતિશીલ

સૌરાષ્ટ્રમાં ફરી કોરોના સંક્રમણમાં ધીમે-ધીમે વધારો થતા મહાનગરોમાં ફરી ટેસ્ટીંગ બમણા કરવા સરકારે આદેશ આપ્યો છે. ટ્રેન-બસની સરખામણીએ હવાઈ મુસાફરોને ફરજીયાત માસ્ક પહેરવા એરપોર્ટ ઓથોરીટીએ આદેશ કર્યો છે. દેશ-વિદેશની ટૂર કરનાર પર્યટકો કોરોના સંક્રમીત થતા હોવાની વિગતો બહાર આવી રહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબી જિલ્લામાં કોરોના પોઝિટીવના કુલ નવા 13 કેસો નોંધાયા છે.

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરમાં 7, ગ્રામ્ય-2, જામનગર કોર્પોરેશન-2, ગ્રામ્ય 1 અને મોરબી જિલ્લામાં 1 સહિત કુલ 13 પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજકોટમાં 6 દિવસમાં 21 કેસો નોંધાતા આજથી કોરોના ટેસ્ટીંગમાં કામગીરી ગતિશીલ કરવા કમિશનરે આદેશ કર્યો છે.

રાજ્યની સાથે સૌરાષ્ટ્રમાં પોઝિટીવ કેસોની સંખ્યા ધીમે-ધીમે વધવા લાગતા આરોગ્ય તંત્ર ફરી સ્ટેન્ડ ટુની ભૂમિકામાં આવી ગયું છે. હાલ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સમયાંતરે ગણ્યા ગાંઠ્યા કેસ નોંધાઈ રહ્યા છે. જો કેસમાં વધારો નોંધાશે તો ફરી ફરજીયાત માસ્કની ગાઇડલાઇન આવી શકે તેવી સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 નવા પોઝિટીવ કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા મોખરે છે.

આ સમાચારને શેર કરો