વાંકાનેર: કોઠી PHCના વિસ્તારમાં કોરાના વેકસીન મહાઅભિયાનનું આયોજન કરાયું

વાંકાનેર: આજે તા.૧૭/૦૯૮૨૦૨૧ના રોજ કોઠી પી.એચ.સી ના તમામ વિસ્તારમાં કોરોના વેકસીન મહાઅભિયાન (વેકસીન મેગા ડ્રાઇવ)નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ પી.એચ.સીના તામામ ગામ ખાતે કોરોના વેકસીનનુ મહાઅભિયાનની કામગીરી આજે સવારે ૮:૦૦ વાગ્યા થી સાંજ ૯:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ અંગે માઇક પ્રચાર કરવામાં આવેલ છે અને લોકોને જાગૃત કરવામા આવેલ છે. કોવીડ વેકસીન ૧૦૦% લે અને કોરોના રોગ થી સુરક્ષિત બને. તે માટેનું જનજાગૃતિની કામગીરી હાથ ધરેલ છે.

આ ઉપરાંત કોઠી ગામમા રામદેવપીરની પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવેલ છે જેમા પણ કોવીડ વેકસીન સેશન આજે સવારના ૮:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધીનુ આયોજન કરવામા આવેલ છે. આઉપરાંત ગામસભામાં વેકસીન અંગે આઇ.ઇ.સી કરી લોકોને જાગૃત કરવામા આવે છે. તેમજ ગ્રામસભા પણ વેકસીન સેશનનુ આયોજન કરી લોકોને વધુમા વધુ વેકસીન લઇ શકે તેવું આયોજન કરવામાં આવે છે.

આ સમાચારને શેર કરો