Placeholder canvas

મોંઘવારીનો મારઃ રાંધણગેસના ભાવમાં ફરીથી કમરતોડ વધારો

મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને વધુ એક કમરતોડ ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવમાં સતત વધારા બાદ હવે એલપીજી તરીકે વપરાતા પીએનજી ગેંસ પણ મોંઘો થઈ ગયો છે. સરકારે હવે PNGની કિંમતમાં 4.25 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે. હાલ મળી રહેલા એક અહેવાલ પ્રમાણે 12 કલાકમાં બીજી વખત મોંઘવારીનો ‘બોમ્બ’ ફૂટ્યો છે.

જો સરકાર આ જ રીતે ગેસના ભાવ વધારતી રહેશે તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં લોકો પાછા ચૂલા પર રાંધવા માટે મજબૂર થઈ જશે. આ મોંઘવારીમાં ગેસના બાટલાનો આટલો ભાવ સામાન્ય લોકોને પરવડે તેમ નથી, પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો