પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ખાતે ICDS તીથવા ધટક દ્રારા વાનગી હરીફાઇ યોજાઇ

વાંકાનેર: તીથવા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ખાતે ICDS ઇન ચાર્જ સીડીપીઓ ચાંદનીબેન વૈધના અઘ્યક્ષ સ્થાને પોષણ ઉત્સવ – ૨૫ અંતર્ગત વાનગી હરીફાઇ રાખેલ જેમાં તમામ આંગણવાડી બહેનો ,તેમજ ડો. મહેશ ડાભી, ડો. અલ્પા રામાવત , શાળાના શિક્ષક નજુસાહેબ તથા અન્ય શિક્ષક હાજર રહેલ
આંગણવાડી બહેનો મીલેટ તથા ટીએચઆરમાંથી જુદીજુદી વાનગી બનાવેલ જેમા ટી.એચ.આર. વાનગીમાં પ્રથમ સ્થાને સુસીલબેન આં.કે. રાતીદેવરી સી , તેમજ દ્વિતિય સાહેરાબેન આં.કે. પંચાસર એ તેમજ તુતીય નિશાંતબેન આં.કે. પંચાસીયા આવેલ જયારે મીલેટમાંથી બનાવેલ વાનગીમાં પ્રથમ સ્થાને નફીસાબેન આં.કે. તીથવા ડી તેમજ દ્વિતિય સઇદાબેન આં.કે. પંચાસર બી તેમજ તુતીય તસરીફાબેન આં.કે. વાંકીયા આવેલ જેનુ પ્રમાણ પત્ર આપીને સન્માન કરવામાં આવેલ.
ડો. મહેશ ડાભી તથા ડો. અલ્પા રામાવતએ સાથે રહીનેને હાલમાં આરોગ્ય લક્ષી ચાલી રહેલ ૧૦૦ દિવસ ટીબી કેમ્પેન અંતર્ગત આંગણવાડીબહેનોને ટીબી વિષે માહીતગાર કરેલ. વાનગી હરીફાઇની આભાર વિધિ ICDS સુપરવાઇઝર ઉષાબેન ડાભી દ્વારા કરવામાં આવી હતી.
