રાજકોટથી સુરેન્દ્રનગર તરફ જતી માલગાડીને ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ!

પાટા ઉપર સિમેન્ટનો સ્લેબ મૂકી દેવાયો હતો : રેલવે અધિકારીઓ દોડયા

રાજકોટથી સુરેન્દ્રનગર તરફ જતી માલગાડીને વગડીયા રામપરા પાસે પાટા ઉપર સિમેન્ટનો સ્લેબ મૂકી અને ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ થયું છે. વગડીયા ને રામપરા વચ્ચે આ બનાવ બન્યો છે. રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે તપાસ માટે દોડી ગયા છે.

મૂળી પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બનતા ફરિયાદ નોંધાવવા આવી છે. રાજકોટ થી પેટ્રોલના ટાંકામાં ભરી અને સુરેન્દ્રનગર તરફ આવી રહેલ માલગાડીને ઉથલાવવા માટેનું કાવતરું નિષ્ફળ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર મુળીની હદમાં આ બનાવ બન્યો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે જાણવા મળી રહેલ વિગતો અનુસાર રાજકોટ થી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી માલગાડીને વગડીયા ને રામપરા વચ્ચે પાટા ની વચોવચ સિમેન્ટ નો સ્લેબ મૂકી અને ઉથલાવવા માટેનું કાવતરું રચાયું હતું પરંતુ ગુડ્ઝ ટ્રેનની સ્પીડ હોવાના કારણે આ સ્લેપ ને તોડીને ટ્રેન પસાર તો થઇ ગઈ પરંતુ આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે રાજકોટ ખાતે જાણ કરવામાં આવી હતી.

મુળી અને રામપરા વચ્ચે આ બનાવ બનતા રેલવેના અધિકારીઓ તાત્કાલિક થાન થી ત્યાં પહોંચી ગયા હતા. જ્યારે રાજકોટના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલમાં ઘટના અંગેની તપાસ ચાલુ છે અને મુળી હદમાંમાં બનાવ બન્યો હોવાના કારણે મૂળી પોલીસ સ્ટેશનને પણ આ અંગેની જાણકારી આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો
  • 505
  •  
  •  
  •  
  •  
  •  
    505
    Shares