Placeholder canvas

રાજકોટમાં કર્ફ્યુની વિચારણા, આજે રાત્રે લેવાશે નિર્ણય…

રાજકોટમાં પણ દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે તેવામાં શહેર અને જિલ્લામાં કઈ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે તે અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે આ ચર્ચામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે લોકડાઉન થવાની વાત અફવા છે તેના પર વિશ્વાસ ન કરવો પરંતુ નિયત સમય માટે કર્ફ્યુ કે અન્ય કોઈ વિકલ્પ વિશે વિચારણા ચાલી રહી છે. આ અંગે આજે રાત સુધીમાં નિર્ણય જાહેર કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર સાથે ચર્ચા થશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે.

આ ઉપરાંત રાજકોટ શહેર અને જિલ્લામાં વધતા કેસને લઈ તેમણે જણાવ્યું હતું કે ટેસ્ટિંગ તો પહેલાની જેમ જ થશે પરંતુ તેઓ સોફ્ટવેરના આધારે પિંક હોટ સ્પોટ એરિયાને ઓળખી ત્યાં વધારે ફોકસ કરશે. પિંક હોટ સ્પોટ વિશે વાત કરીએ તો આ એવી જગ્યાઓ હોય છે કે જ્યાંથી કેસ વધારે પ્રમાણમાં નોંધાતા હોય છે. આવા એરિયાને શોધી અને ત્યાં ટેસ્ટિંગ, ધનવંતરી રથ સહિતની સુવિધા વધારવામાં આવશે.

આ સાથે જ તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ એસએમએસ એટલે કે સોશિયલ ડિસ્ટંશ, માસ્ક અને સેનિટાઈઝેશનનું ધ્યાન રાખે જેથી શહેર અને જિલ્લામાં સંક્રમણને ફેલાતું અટકાવી શકાય. આ તકે તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે હાલ શહેરની સ્થિતિ ચિંતાજનક નથી એટલે લોકોએ પણ પેનિક થઈ જવું નહીં.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો