Placeholder canvas

રાજકોટમાં કોંગ્રેસની કારોબારી બેઠક:’125 પ્લસ બેઠક જીતવાનો ટાર્ગેટ.

182 બેઠક પર ‘મેરા બૂથ, મેરા ગૌરવ’ કાર્યક્રમ યોજાશે’

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે. આજે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી આજે રાજકોટ આવી પહોંચી છે. જ્યાં શહેરના હેમુગઢવી હોલ ખાતે 1200 જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત કોગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, 125 પ્લસ બેઠક જીતવાનો આપણો ટાર્ગેટ છે. જેથી 182 બેઠક પર ‘મેરા બૂથ, મેરા ગૌરવ’ કાર્યક્રમ યોજાશે.

Op

ગુજરાતમાં 125 સીટ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે
આ અંગે કોગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ’75મી આઝાદીની ઉજવણી ભાગ રૂપે દાહોદ બાદ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શરૂ થઈ છે.આજની બેઠકમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રભારી તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ રહ્યા હાજર રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી મુદ્દે આજે રણનીતિ નક્કી કરવા આવશે અને ગુજરાતમાં 125 સીટ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.’ જયારે હાર્દિક પટેલ અને નરેશ પટેલ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું.

રાજકોટ કોંગ્રેસમાં કકળાટ:પ્રદેશ કોંગ્રેસે માગ નહીં સંતોષતા 90થી વધુ પાટીદાર નેતા બેઠકમાં ગેરહાજર…

રાજકોટ કોંગ્રેસમાં છેલ્લા 2 મહિનાથી પાટીદારો સાથે અન્યાય થતો હોય તેવી વાત સામે આવી હતી. જેની અસર આજની કારોબારી બેઠકમાં વર્તાઈ રહી છે. શહેરના હેમુગઢવી હોલ ખાતે મળેલી બેઠકમાં 90થી વધુ પાટીદારો ગેરહાજર રહ્યા છે. પાટીદારોની એક જ માંગ છે કે તેમને પક્ષમાં પ્રભુત્વ આપવામાં આવે, આ મુદ્દે અગાઉ પણ પાટીદારો પ્રદેશ કક્ષાએ રજુઆત કરી ચૂક્યા છે. છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે પાટીદારો ગેરહાજર રહ્યા હતા. જેમાં ક્યાંકને ક્યાંક હાર્દિકે આપેલ રાજીનામું પણ કારણભૂત હોવાની ચર્ચા થઈ રહી છે.

પોસ્ટરમાંથી પણ બાદબાકી કર્યાનો આક્ષેપ
કોંગ્રેસની પાટીદાર વિરોધી નીતિ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં તાજેતરમાં કરવામાં આવેલ પ્રમુખ હોદેદારોની નિમણુંકમાં પાટીદારોની અવગણના કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ઠેર ઠેર બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા પણ તેમાં કોઈ પાટીદાર નેતાને સ્થાન આપવામાં નથી આવ્યું.

આ સમાચારને શેર કરો