યાત્રી કૃપિયા ધ્યાન આપો: હવે ટ્રેનના જનરલ કોચમાં પણ મળશે કન્ફોર્મ ટિકિટ
ભારતીય રેલવે ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સતત નવી-નવી જાહેરાતો કરતું રહે છે. નવી ટ્રેનોની જાહેરાત હોય કે પછી ટિકિટ બુકિંગને લઈને લેવામાં આવેલ કોઈ નિર્ણય હોય, મુસાફરોની સુવિધા માટે રેલવે સતત પ્રયત્નો કરતું રહે છે. હાલમાં જ રેલવેના જનરલ ડબ્બામાં મુસાફરી કરનારા પેસેન્જર્સને મોટી ભેટ આપી છે. આ નવી જાહેરાત અંતર્ગત મુસાફરોને હવે જનરલ કોચમાં પણ કન્ફર્મ ટિકિટ મળી જશે. લાગે છેને નવાઈ…
ભારતીય રેલવેના જનરલ કોચમાં દરરોજ લાખો મુસાફરો પ્રવાસ કરે છે. હંમેશા ખીચોખીચ ભરેલા રહેનાર આ ડબ્બાઓમાં રિઝર્વેનશન નથી થતું. જો કે હવે રેલવે આ ડબ્બામાં પણ કન્ફર્મ ટિકિટ આપવાનું શરૂ કર્યું છે. જેમાં સીટનો નંબર તમારા ફોટો સાથે વોટસ એપ પર આવી જશે.
ઈસ્ટ-સેન્ટ્રલ રેલવેના દાનાપુર ડિવિઝને આ બાબતે પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેને પાસ ફૉર અનરિઝર્વ્ડ બોર્ડ (PURB)નામ આપ્યું છે. જેમાં જનરલ ડબ્બાની અનરિઝર્વ્ડ સીટો પર કન્ફોર્મ ટિકિટ મળે છે. ટિકિટના સમયે જ મુસાફરોને બોર્ડિંગ પાસ પણ આપવામાં આવી રહ્યો છે.
કેવી રીતે મળશે ?
રેલવે સ્ટેશન પર અલગથી PURBનું કાઉન્ટર હશે. અહીં તમારું ઓળખપત્ર જોઈને ફોટો લેવામાં આવશે. જે બાદ તમારા WhatsApp નંબર પર ફોટો સાથે ડિજિટલ ટિકિટ મોકલવામાં આવશે.
આ અંગે રેલવેનું માનવું છે કે, આમ કરવાથી પ્લેટફોર્મ પર લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત સીટને લઈને કોઈ પણ પ્રકારની ગરબડ નહીં થાય.