Placeholder canvas

ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેંચાતા જગતનો તાત બન્યો ચિંતાતુર

By રમેશ ઠાકોર -હડમતીયા
મોંઘા ભાવના ખાતર-બિયારણ ફેઈલ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે જગતનો તાત આકાશ તરફ મીટ માંડીને મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે.
“મેં તો વાવ્યા છે બીજ છુટ્ટા હાથે
હવે વાદળ જાણે ને જાણે વસુંધરા”

ટંકારા પંથકના ટંકારા, ઘ્રુવનગર, જબલપુર, હડમતિયા, લજાઈ, વિરપર, નશીતપર, સજનપર, લખઘીરગઢ, રાજાવડલા, સાવડી, સરાયા, ભુતકોટડા, હરબટીયાળી, મેઘપર, નેસડા જેવા અનેક ગામોના ખેડુતોએ કરજ લઈ મોંઘા ભાવના ખેડ, ખાતર, બિયારણનું વાવેતર કરી ચુક્યાં છે ત્યારે હાલ વરસાદ ખેંચાતા જગતનો તાત દેણદાર બનીને લમણે હાથ દઈને નર્વસ થઈ ને મેઘરાજાના આગમનની ચાતક નજરે આકાશ તરફ મીટ માંડીને બેઠો છે .

ગામડાઓમાં રીતસરના એવા દ્રશ્યો સામે આવ્યા છે કે કુવા, તળાવો, ચેકડેમો તળીયા ઝાટક છે ત્યારે ખેડુતો પોતાના દિકરાની જેમ ઉછેરેલા મહામુલા પાકને ડોલ અને ડબલા દ્વારા પાણીનું સિંચન કરી બચાવી રહ્યાના કરુણ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સરકારશ્રી પણ આ બાબતે ખેડુતો પ્રત્યે કુણું વલણ અપનાવી કેનાલ તેમજ નર્મદાલીંક દ્વારા તાત્કાલિક ધોરણે પાણી છોડી ખેડુતોનો મુરજાતો પાક ઉગારી શકે તેવા પ્રયત્નો તત્કાલ કરવા જોઈએ તેવું હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા મીડિયાના માધ્યમ થકી રાજ્ય સરકારશ્રીને નમ્ર અરજ કરી રહ્યા છે.


મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો