વાંકાનેર

વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભાની કાર્યવાહી રદ્દ કરવા કોંગ્રેસના સભ્યોની પ્રાદેશિક કમિશ્નર સમક્ષ લેખિત ફરિયાદ…

વાંકાનેર: ગત તારીખ 8/4/2025 ના રોજ વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભા મળી હતી, જે સાધારણ સભામાં કેટલાક વાદવિવાદો સામે આવ્યા છે. અંતે આ સાધારણ સભાની કાર્યવાહીને રદ કરવા માટે વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યોએ પ્રિન્સિપાલ સેક્રેટરી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર, પ્રાદેશિક કમિશ્નર રાજકોટ તથા જિલ્લા કલેક્ટર મોરબી સમક્ષ લેખિત ફરિયાદ કરી છે.

વાંકાનેર નગરપાલિકા સાધારણ સભા તા. 08/04/2025 ની કાર્યવાહી રદ્દ કરવા અને કાયદાકીય કાર્યવાહી કરવા માટે કોંગ્રેસના નગરપાલિકાના સદસ્યો દ્વારા પ્રાદેશિક કમિશ્નર રાજકોટ અને જિલ્લા કલેક્ટર સમક્ષ નગરપાલિકા અધિનિયમ 258 હેઠળ ફરિયાદ કરવામાં આવી છે.

જ્યારે સાધારણ સભામાં અનુસૂચિત જાતિ મહિલા અનામત બેઠક પર નગરપાલિકાના સદસ્ય એકતાબેન ઝાલાને તેમના સમાજ, વિસ્તાર અને વાંકાનેર શહેરના પ્રશ્નો રજુ ન કરવા દેવાતા; તેમણે પ્રિન્સિપાલ સેક્રેટરી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર, પ્રાદેશિક કમિશ્નર રાજકોટ તથા જિલ્લા કલેક્ટર મોરબી સમક્ષ લેખિત ફરિયાદ કરી છે.

આ સમાચારને શેર કરો