Placeholder canvas

હળવદ: ચાડધ્રા ગામે વૃધ્ધાની જમીન પચાવી પાડનારા બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ

મોરબી જીલ્લામા જમીન પચાવી પાડવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેની સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હળવદના ચાડધ્રા ગામેં બે શખ્સોએ વૃદ્ધાની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ રાજકોટના માધાપર ગામ નજીક જામનગર રોડ પર રહેતા બનુબા વિસાભાઇ ગઢવી (ઉ.૬૦) એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે

આરોપી માવજીભાઈ ત્રિકમભાઈ જાદવ અને જેઠાભાઈ ત્રિકમભાઈ જાદવ રહે-બને રેલ્વે કોલીની પાછળ ધ્રાંગધ્રા એ ફરિયાદી બનુબા ગઢવીની માલિકીને ચાડધ્રા ગામના સીમ સર્વે નંબર ૬૩ ની ખેતીની જમીન એ ૪-૩૬ ગુઠા વાળી જમીન પૈકી આશરે છ વિધા જેટલી જમીન પર ગેરકાયદેસર કબજો કરી આજદિન સુધી કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવી છે.

ત્યારે હળવદ પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ ૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો