સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ ઉપર જ ખુદ સમિતિના સભ્ય મહેશ લાધવાની ફરિયાદ..!

By Jayesh Bhatasaniya -Tankara સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ ઉપર સમિતિ ના સભ્ય મહેશ લાધવાની ફરિયાદ. બેઠકમા લાગતા વળગતા વિભાગના વડાજ ગેર હાજર અને પ્રતિનિધિ પણ પરાણે આવતા હોય એવો માહોલ. ખાલી ચા પીવા માટે અને સહી કરવા માટે જ આવતા હોય તેવુ લાગે છે. કોઈ પણ ફરિયાદનો નિકાલ નથી થતો, તો જુની કેસેટ ક્યા સુધી? છતા તંત્ર અધિકારીઓ માટે થાબોડા? હાજર રહેતા નથી તેના વિરુધ્ધ કાર્યવાહી કેમ નહી?

તાલુકાના પશ્ર્ન અને ફરીયાદનું તાલુકા મથકે નિરાકરણ થાય એવા શુભ આશ્રય સાથે રાજ્ય સરકારે દર મહિના ના પ્રથમ શનિવારે પ્રાત અધિકારીની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કરવાની હોય છે, જેમાં ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ ન્યાય સમિતિના અધ્યક્ષ અને 3 બિન સરકારી સભ્યો સાથે તાલુકાની તમામ કચેરીના વડા અધિકારી પ્રજાના પશ્ર્નને લઈને ભેગા મળીને નિવેડો લાવવા માટે આ રચના કરી છે. જ્યારે ટંકારામા આ ફરિયાદ નિવારણ સમિતિ ઉપર ફરીયાદનો ધોધ વછુટયો છે..! ન્યાય સમિતિના અધ્યક્ષ મહેશ લાધવાએ આ બેઠક માત્ર ચા પીવા ને સહી કરાવા સિવાઈ કોઈ ચર્ચા ન કરાતી હોય અને પ્રજા ના પશ્ર્ન ને પદાધિકારી ઉઠાવે છે ને અધીકારી ગણકારતા પણ નથી સાથે કોઈ ટાઈમ ટુ ટાઈમ હાજર પણ રહેતા ન હોય ગત વર્ષેથી રજુ થતા પ્રશ્ર્નો ને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતી હોવાની વાત કરી છે.

આ બાબતે સિમીતના અધ્યક્ષ પ્રાત અધિકારી ખાચર સાથે વાત કરવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ ટાઈમ ન હોવાનું બાનુ બતાવી કચેરીમાથી નિકળી ગયા હતા. અને બેક દિવસ પછી આવશુ ત્યારે ચર્ચા કરશુ નો રાગ આલાપ્યો હતો. જોકે પ્રાત અધિકારી ઓવરબ્રિજ ની કામગીરીને લઈને કોન્ટ્રાક્ટને આડે હાથ લિધા હતા ત્યારે સવાલ એ છે કે 26 જાન્યુઆરીની જીલ્લા કક્ષા ના પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે ત્યારે જ ટંકારાની મુશ્કેલી દેખાય? શુ જે કચેરીના અધિકારીઓ મિટીંગમા નથી આવતા એના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થશે? શુ છેલ્લી કેટલીય મિટીંગથી થતી રજૂઆત નો નિકાલ આવશે? કે પછી આગે સે ચલી આતી ની જેમ થશે.

હાલ તો ટંકારા ના રહીશો 26 જાન્યુઆરી એ કોઈ મોટા નેતા કે મિનીસ્ટર આવે એવી પ્રાર્થના કરી રહ્યા છે જેથી રાજપાલ આવે ને રાતો રાત બધુ સહી સલામત થઇ જાય એમ થોડા સમય માટે પણ કાઈક નવું થાય તો ખરા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો