હઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટની ચુંટણી ગેરકાયદે થયાની ફરિયાદ: વકફ બોર્ડ સમક્ષ ધા
રાજકોટ, તા.9 રાજકોટ હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ બી/464, 1961થી નોંધાયેલ ટ્રસ્ટ છે. જે ટ્રસ્ટમાં બંધારણ મુજબ જાહેર જનતાની વચ્ચે ચુંટણી કરવાની હોય તે કરવામાં આવતી નથી. તેની સામે યુનુસ જુણેજા એ મુસ્લીમ સમાજ વતી મુખ્યમંત્રી કાયદાકીય વિભાગ તેમજ ગુજરાત રાજય વકફ બોર્ડનું ધ્યાન દોરવામાં આવેલ છે. હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટની ચુંટણી ગેરકાયદેસર થયા હોવાની ફરિયાદ કરી છે.
કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ યુનુસ જુણેજાનો આક્ષેપ છે કે 1992 થી 2024 હાલ પણ અંદાજે 30 વર્ષથી ઉપર સરમુખત્યાર સાસન ચલાવતા હોય સમાજના આગેવાનો, સામાજીક આગેવાનો તેમજ નમાઝી લોકોની મીટીંગ બોલાવીને ચુંટણી પ્રક્રિયા કરવાની હોય તેવુ ટ્રસ્ટના બંધારણ મુજબ કરવાની હોય તે મુજબ કરવામાં આવતી નથી. ટ્રસ્ટી ચુંટણી પ્રક્રિયા બાબતે હનન થઈ રહ્યુ હોય તેમજ આ ટ્રસ્ટની અંદર અઢળક ગેરવહીવટ તેમજ મોટા પાયે ભષ્ટ્રાચાર થઈ રહેલ હોય ટ્રસ્ટનો નિયમ પાંચ વર્ષે જાહેર જનતા વચ્ચે ચુંટણી કરવાનો નિયમ છે તે નિયમ પ્રમાણે કાર્ય કરવામાં આવતુ નથી.
ટ્રસ્ટમાં સારા વ્યવસ્થિત એજયુકેશન લોકો ટ્રસ્ટનુ કાર્યકાળ પારદર્શક સંભાળી શકે તેવા હોય તેવી માંગણીઓ કરવામાં આવેલ છે. ત્યારબાદ પાંચ વર્ષના ચુંટણી પ્રક્રિયા યોજવાનો નિયમ હોય જે તા.18/02/2024 ના રોજ ફરીવાર સમાજને તેમજ આગેવાનોને મુર્ખ સમજીને અમુક લેભાગુ ટ્રસ્ટી દ્વારા અંદરો અંદર ચુંટણી પ્રક્રિયા ગેરબંધારણીય કરીને ફરીવાર પ્રમુખપદે રહેવા ટ્રસ્ટની રચના કરી દીધેલ છે.
ટ્રસ્ટની ચુંટણી બંધારણ ગુજરાતી નામાંકિત વર્તમાન પત્રમાં અહેવાલ આપીને સમાજને જાગૃત કરીને પારદર્શક કરવાનો નિયમ હોય તે કરવામાં આવેલ ન હોય તેની સામે યુનુસ જુણેજાએ મુખ્યમંત્રી કાયદાકીય વિભાગ તેમજ ગુજરાત રાજય વકફ બોર્ડને રજુઆત કરવામાં આવેલ છે.

