Placeholder canvas

વાંકાનેર:વિઠ્ઠલપર પાસે મોટર સાયકલને હડફેટ લેનાર આઈવા ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ

વાંકાનેર : વાંકાનેર લુણસર રોડ ઉપર વિઠ્ઠલપર પાસે ડબલ સવારી મોટર સાયકલને હડફેટે લઈ આશાસ્પદ યુવાનનું મોત નિપજાવનાર કાળમુખા આઈવા ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ વાંકાનેર લુણસર રોડ ઉપર મોટર સાયકલ પર જઈ રહેલા પરબતભાઈ ઉર્ફે મુનાભાઈ પ્રભુભાઈ કાંજીયા ઉ.37 અને પ્રવીણભાઈ કરમશીભાઈ સારલા, રહે. માટેલ વાળાને તા.6જુલાઈના રોજ બપોરના સમયે આઈવા ડમ્પર નંબર જીજે-13-એડબલ્યુ-9642ના ચાલકે હડફેટે લેતા પરબતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પ્રવીણભાઈને ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માતના બનાવ અંગે મૃતક પરબતભાઇના કાકા હરજીભાઈ બીજલભાઈ કાંજીયા, રહે. આણંદપર તા.વાંકાનેર જી.મોરબી વાળાએ આઈવા ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(A)એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

અહી ક્લિક કરીને… આ વીડિયો પણ જુવો… https://youtube.com/shorts/rbOJMwbx3lE?feature=share

આ સમાચારને શેર કરો