વાંકાનેર:અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવ્યા ઠંડા પાણીના પરબ…

વાંકાનેર: હાલના આ દિવસો માં ગરમી તેનો મિજાજ બતાવી રહી છે અને બપોરના સમયે અંગ દઝાડતા તાપમાં રાહદારીઓ માટે અમૃતમય પાણી મળી રહે તેવા હેતુથી અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર AAA WANKANER દ્વારા આજરોજ તા.23/03/2025 ને રવિવાર ના રોજ અમિત ટ્રેડર્સ ખાતે કોમલબાઈ મહાસતીજીના માંગલિકના સુવચન સાંભળીને શરૂ કરવામાં આવેલ જે વાંકાનેર શહેરમાં 1. અમિત ટ્રેડર્સ મેઇન બજાર રોડ, 2.ઠક્કર પ્રોવિઝન સ્ટોર તાલુકા શાળા નં 1 ની સામે, 3. ભાવિકા શોપ રસાલા રોડ, 4. અજય ટ્રેડર્સ દાણાપીઠ ચોક પાસે, 5. આધ્યશક્તિ ટેલિકોમ જિનપરા મેઈન રોડ પર આ જગ્યાએ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.

ઉપરોક્ત સ્થળોએ ખૂબ વ્યસ્ત રહેતા રાહદારીઓને તરસ છીપાવી શકે તે હેતુ થી આ વખતે પણ 3.5 થી 4 મહિના આ પરબ ચાલુ રાખવાનો હેતુ રહેલ છે તો વાંકાનેર તાલુકાની તમામ હોંશીલી જનતાએ આ પાણીની પરબનો અચૂક લાભ લેવો…

આ સમાચારને શેર કરો