skip to content

દરગાહ પર સલામી કરી પરતા ફરતા થયો અકસ્માત, ૬ને ઈજા

રાજકોટ થી આમરણ દાવલશા બાપુની દરગાહે સલામી (દર્શન) કરી પરત ફરતા પરિવારની રીક્ષાને ટ્રકે ઠોકર મારતા બે મહિલાઓ સહિત પરિવારના ૬ લોકોને ઈજા થઇ હતી જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટની જાગૃતિ સોસાયટી ખાતે રહેતા સબીરભાઇ અલીભાઇ કુરેશીએ આરોપી ટ્રક જીજે 37 ૮૯૬૩ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા-૧૯ તેઓ સબીરભાઈ, તેમના કૌટુંબિક ભાઈ રજાકભાઈ મહમદભાઇ, મોટા બહેન સરીફાબેન અબીબભાઈ કુરેશી, બનેવી હબીબભાઇ રાજેભાઇ કુરેશી, નાના બહેન સાહીરાબેન અલીભાઈ કુરેશી તથા ભાણેજ સીફાબેન સહિતના પરિવારજનો રજાકભાઈની રીક્ષા GJ-03-BX-0703 વાળીમા બેસીમાં રાજકોટ થી આમરણ દાવલશા બાપુની દરગાહે સલામી કરવા ગયા હતા

આમરણ સલામી કરીને બપોરના આશરે એકાદ વાગ્યાના અરસામા રાજકોટ જવા સર્વે પરિવારજનો રવાના થયેલ ત્યારે રીક્ષા સબીરભાઇ ચલાવતા હતા. તેમણે વાયા ધ્રોલ થઇને જવાનુ હોય જેથી આમરણ થી જોડીયા જવાના રોડ ઉપરથી સબીરભાઇએ રીક્ષા હંકારી હતી. જ્યાં આમરણ થી આગળ જોડીયા રોડ ઉપર આવેલ મેલડી માંના મંદીરથી આગળ નદીનો પુલ ઉતરતા સામેથી આરોપી ટ્રક GJ-37-T-8963નો ચાલક પૂર ઝડપે આવ્યો હતો અને રીક્ષા સાથે અથડાયો હતો. જેને પગલે રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સરીફાબેનની જમણા પગની આંગળી કપાઇ ગઈ હતી જ્યારે સબીરભાઈ સહિતના અન્ય પરિવારજનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો