Placeholder canvas

હવે હદ થાય છે: પતાળીયાની સામે કાંઠે 25 વારિયા પાસે સીએનજી રીક્ષા ગોથું ખાઇ ગઈ.

વાંકાનેર : આજે વહેલી સવારે દાણાપીઠ ચોક થી દોશી કોલેજ તરફ જતા રસ્તો રાજકોટ રોડ પર પતળિયાની સામે કાંઠે 25 વારિયા પાસે સીએનજી રીક્ષા ગોથું ખાઈ ગઈ હતી.

મળેલી માહિતી મુજબ 25 વારિયા પાસે નવું બની રહેલા SK કોમ્પલેસ પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે અહીંયા રોડ પર એવડા મોટા ખાડા છે અને વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાયેલું હોય જેથી ખાડો કેટલો ઉંડો છે એ ખબર ન પડે આવું જ અહીં આજે સવારે સીએનજી રીક્ષા સાથે થયું અને ખૂબ ધીરે ચાલી રહેલી સીએનજી રીક્ષા એક ખાડામાં ગોથું ખાઈ ગઈ હતી.

સીએનજી રીક્ષા પલટી જતાં જોઈને ત્યાંથી પસાર થતા લોકો તેમની મદદે આવ્યા હતા અને સીએનજી રીક્ષા ને ઉભી કરી હતી. સદનસીબે કોઈને મોટી ઈજા થઈ નથી, ત્યારે એટલું તો ચોક્કસ કહેવું જ રહ્યું કે હવે તો હદ થાય છે હો…!!!

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ રસ્તો બન્યો એને કોઇ જાજો સમય થયો નથી આમ છતાં રસ્તો તૂટી ગયો છે, આ રસ્તો બન્યા પહેલા વાંકાનેર શહેર માં કેટલાક રસ્તાઓ બનેલા છે જેમની કન્ડિશન આજે પણ આ રસ્તા કરતાં વધુ સારી છે. મતલબ કે અહીંયા કામ નબળું થયું હોવું જોઈએ. જ્યારે કામ ચાલુ હોય ત્યારે કોઈ આગેવાનો અહીં ધ્યાન નથી આપતા અને પછી બુમ-બરાડા શરૃ થઈ જાય છે…

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો