રાજકોટ એઇમ્સમાં રાહત દરે સિટી સ્કેન સેવા શરૂ: હવે નસ,માથાની ઇન્જરી, ટ્રોમા,કેન્સર જેવી બીમારીઓના ચોક્કસાઈ સાથેનું નિદાન થશે
રાજકોટ એઇમ્સમાં એક પછી એક સુવિધાઓમાં વધારો થઇ રહ્યો છે. પેટના રોગનું ચોક્કસ નિદાન થાય માટે કોલોનોસ્કોપી અને એન્ડોસ્કોપી ડાયગ્નોસિસ શરૂ કરવામાં આવ્યા બાદ હવે સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ બની છે. એઈમ્સના રેડિયોલોજી વિભાગના કર્મચારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નોમીનલ ચાર્જ…
એઈમ્સના ઇન્ચાર્જ એક્સઝીક્યુટીવ ડાયરેક્ટર ડો.ગોવર્ધનપુરી દત્તના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં એક પછી એક નિદાન અને સારવારને લગતી સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. વેન(નશ), માથાની ઇન્જરી, ટ્રોમા, કેન્સર જેવી બીમારીઓના ચોક્કસાઈ સાથેના નિદાન માટે સીટી સ્કેન કરાવવું જરૂરી હોય છે. આ માટે રાજકોટ એઇમ્સમાં રેડિયોલોજી વિભાગમાં આધુનિક ટેક્નોલોજી સાથેનું 128 સ્લાઈસ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખુબ ઓછા રેડિએશિયનની સાથે ગણતરીની મિનિટોમાં ચોક્કસાઈ પૂર્વક નિદાન થઇ શકશે. ઉપરાંત ચાર્જ પણ નોમિનલ રાખવામાં આવ્યો છે. જે દરેક પ્રિસ્ક્રિપશન ઉપર નક્કી કરવામાં આવશે.
આ તકે ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ અંકુર પ્રતાપસિંહ, ડીન ડો.સંજય ગુપ્તા, હોસ્પિટલના ફેકલ્ટીઓ, કમર્ચારીઓ સહિતના હાજર રહ્યા હતા.

