વાંકાનેરમાં બુટલેગર પાસેથી દારૂ – બિયર ખરીદનાર બે ઝડપાયા
પોલીસે એક પાસેથી આખે આખું એક બિયરનું ટીન અને બીજા પાસેથી એક અડધી બોટલ દારૂ પડ્યો…!!!
વાંકાનેર : વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં પોલીસે એક શખ્સને બિયર અને એક શખ્સને દારૂની અડધી બોટલ સાથે ઝડપી લેતા બન્નેએ એક જ બુટલેગર પાસેથી માલ ખરીદ કર્યાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કરી બુટલેગરને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
વાંકાનેરના આંબેડકર નગરમાંથી રવિભાઈ પ્રવિણભાઈ પરમારને બિયર ટીન સાથે ઝડપી લેતા બિયરનું ટીન કુલદીપસિંહ ઝાલા પાસેથી ખરીદ કર્યાનું કબુલતા બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધીયો હતો.
અન્ય એક બનાવમાં પોલીસે દારૂની અડધી બોટલ સાથે વિપુલભાઈ ઉર્ફે વિકાસ જેન્તીભાઈ બોસીયાને ઝડપી લેતા તેને પણ દારૂની બોટલ કુલદીપસિંહ ઝાલા પાસેથી ખરીદી હોવાનું જણાવતા પોલીસે વિકાસની અટકાયત કરીને કુલદીપસિંહને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.