વાંકાનેર: ભૂલી પડેલી માસુમ બાળકીનું માતા સાથે મિલન કરાવતી સીટી પોલીસ
વાંકાનેર : વાંકાનેર શહેરના ધર્મચોક નજીક રડતી બાળકી મળી આવતા સીટી પોલીસ મથકની સી ટીમ દ્વારા માસુમ બાળકીને પોલીસ મથકે લાવી નાસ્તો પાણી કરાવી બાળકીની માતાને શોધી કાઢી સુખદ મિલન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના ધર્મચોક પાસેથી આશરે ૩ વર્ષની એક બાળકી રડતી હાલતમાં મળી આવતા બાળકીના વાલીવારસ અંગે સીટી પોલીસ સી ટીમ દ્વારા આજુ બાજુ તપાસ કરેલ પરંતુ બાળકીના વાલી વારસ ન મળતા પોલીસ સ્ટાફ દ્વારા બાળકીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન લઈ આવી બાળકીને તેનું નામ મેરીસ હોવાનુ જણાવેલ તેમજ માતા-પિતાના નામ કે સરનામા બાબતે કોઈ સ્પષ્ટ રીતે ખબર પડતી ન હોય જેથી બાળકી પોલીસ સ્ટેશન નાસ્તો કરાવી પોલીસ સ્ટાફ દ્વારા બાળકીના વાલીવારસ અંગે શોધખોળ કરતા ભાટીયા સોસાયટીમાં રહેતા બાળકીની માતા મોહસીનાબેન મકસુરભાઈ ભોણીયા મળી આવતા માતાપુત્રીનું સુખદ મિલન કરાવ્યું હતું.
આ માનવતા ભરી કામગીરી વાંકાનેર સીટી પોલીસ મથક SHE TEAM ઇન્ચાર્જ એ.એસ.આઈ એચ.ટી મઠીયા, પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ શકતિસિંહ જનકસિંહ જાડેજા તથા મહીલા પોલીસ કોન્સ. રેશ્માબેન મહંમદઈકબાલભાઇ વગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

