વાંકાનેર: નવરાત્રિ દરમિયાન બાઈક લઈને સીન સપાટા કરતાં 10ને પાઠ ભણાવતી સિટી પોલીસ.

વાંકાનેર : હાલમાં નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રિ દરમિયાન ઘણા આવારા તત્વો બાઈક લઈને રોમિયોગીરી અને સીન સપાટા કરતાં હોય છે. આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાની સૂચના હોય વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા આ શખ્સોને પકડીને પાઠ ભણાવવામાં આવ્યો હતો.

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ નવરાત્રિ દરમિયાન ગઈકાલે તારીખ 9 ઓક્ટોબર ને બુધવારના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો અને શહેરના નવાપરા, મીલ પ્લોટ, જકાતનાકા તેમજ માર્કેટ ચોક વગેરે જગ્યાએથી આવારા તત્વો તેમજ ત્રણ સવારીમાં રહેલા વાહનોના જરૂરી કાગળો વગરના કૂલ 10 મોટરસાઈકલ વાહનો ડીટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો