મોરબી

15મી ઓગસ્ટ નિમિત્તે મોરબી જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું થશે સન્માન


મોરબી: 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય અને વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય પર્વોની ઉજવણી પ્રસંગે સમાજ, શિક્ષણ, આરોગ્ય, સેવા, પર્યાવરણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે પણ આગામી 15મી ઓગસ્ટે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ સમારોહમાં પસંદગી પામનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવશે.

આ સન્માન માટે લાયક નાગરિકો, ટ્રસ્ટ અથવા સંસ્થાઓના નોમિનેશન પારદર્શક રીતે ઓનલાઇન માધ્યમથી સ્વીકારવામાં આવશે. મોરબી જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓએ તા. 10 ઓગસ્ટ, 2026ના રોજ બપોરે 2:00 વાગ્યા સુધી ગૂગલ ફોર્મ ભરી પોતાની સંપૂર્ણ વિગતો સબમિટ કરવાની રહેશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ રસ ધરાવતા નાગરિકો અને સંસ્થાઓને નિયત સમયમર્યાદામાં નોંધણી પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી છે.
નોંધણી માટે ગૂગલ ફોર્મ લિંક:

https://forms.gl/wGyYZoV9LWm41RVW7⁠

આ અંગેની માહિતી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો