Placeholder canvas

ચોટીલા:કાઠી યુવાનની સરાજાહેર હત્યા કરનાર સેના જવાન ઉત્તરપ્રદેશથી ઝડપાયો

ચોટીલા થાન રોડ પર 28 ફેબ્રુઆરીની સાંજે સરેઆમ પાચ શખ્સો એ બાઇક સવાર કાઠી યુવાનને આંતરી આડેધડ તિક્ષ્ણ હથિયારના ઘા માથા મા ગોળીબાર કરી હત્યા નો બદલો હત્યા કરી લીધાનો ખુની ખેલ ખેલેલ જેનો મુખ્ય સુત્રધાર મનાતા આરોપી એવા સેના પોલીસ જવાન ને ઉત્તર પ્રદેશ થી પોલીસ પકડી લાવી રીમાન્ડ મેળવી સઘન તપાસ હાથ ધરી છે.

ઝીંઝુડા ગામના હત્યાના ગુનામાં જામીન પર છુટી ચોટીલા રહેતા કાઠી યુવાન ધર્મેન્દ્રભાઇ શાંતુભાઈ ખાચર ને ગત તા. 28/02/2022 ના થાન ચોકડી નજીક પાચ શખ્સો એ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમજ માથા ના ભાગે બે ગોળીબાર કરી કરપીણ હત્યા કરી ખુન નો બદલો ખુન કરી લીધો હતો. હત્યા અંગે પાચ શખ્સો સામે ગુનો નોંધાયો હતો જેમા ત્રણ આરોપી ગુનામાં વપરાયેલ રીવલ્વોર સહિતના હથિયાર સાથે અગાઉ પકડી જેલ હવાલે થયેલ છે

ત્યારે ચોથા આરોપી ને ચોટીલા પોલીસે ઉત્તર પ્રદેશના બરેલી સેના પોલીસ ની કેન્ટીન ખાતે થી જવાન વિનુભાઇ ગાંગડીયા નો કબજો મેળવી ધોરણસર ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ મેળવેલ છે. પકડાયેલ ફોજી જવાન હત્યાનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે તેમજ હત્યામાં વપરરાયેલ વેપન્સ સીમા પોલીસ જવાનનું લાયસન્સ વાળુ હોવાનું તપાસ દરમ્યાન ખુલેલ છે ત્યારે હજું આ ગુનામાં એક આરોપી નાસતો ફરે છે.

આ સમાચારને શેર કરો