Placeholder canvas

ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં શા માટે તગદિલી સર્જાઈ ? જાણવા વાંચો

By અફઝલ મુલતાની -ચોટીલા

ચોટિલા: ઘાંચીવાડ વિસ્તારમાં ગત તા. 25-9-2020ના રોજ સવારે યુવકની હત્યાં થઈ હતી ત્યાર બાદ આ બનાવના આરોપીના બહેન અને બનેવી સમાન ભરવાં આવતા દીકરો ગુમાવનારના પરિવારજનો તેમજ લતાવાસીઓ લાલઘુમ થઈ ગયા હતા, અને તંગદીલી સર્જાઈ ગતિ. જેમની જાણ પોલીસને થતા પોલીસ ઘટનસ્થળે દોડી જઇને મામલો થાળે પડ્યો હતો.

ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં મહીના પહેલા ફેઝલ હનીફભાઇ કલાડીયાને છરીના ઘા મારી હત્યાં કરવામાં આવી હતી તેમજ ફેઝલના માતા જૂબદાબેનને ધારિયાના ઘા મારવામાં આવ્યા હતા જેને રાજકોટમાં સારવાર દરમિયાન બાદ બચાવ થયો હતો. ત્યારે આ મામલો હજી સાંત પણ થયો નથી ને ત્યાં આરોપીના બહેન અને બનેવી અલ્પેશાબેન અને તોફીકભાઈ ઘાંચી રહેવાસી વકાનેરવાળા બે રિક્ષા સાથે લઈને આરોપી સાજીદના ઘરે સામાન ભરવાં આવ્યાં હતાં ત્યારે આ સામાન ભરવાં આવ્યાંની જાણ હનીફભાઇ કલાડીયા અને તેમના કુટંબીજનો તેમજ લતાવસીઓ ને થતા ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે વાતાવરણમાં તગદીલી ઉભી થઇ હતી.

આ સમગ્ર ઘટનાની ચોટીલા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ મામલો થાળે પડ્યો હોય અને અલ્પેશાબેન અને તોફિકભાઈને ત્યાંથી ચોટીલા પોલીસ સ્ટેશન લઈ જવામા આવ્યા હતા બાદમાં તેમને ત્યાંથી તેમના ઘરે પરત મોકલી આપવામાં આવ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો